ગ્રામ પંચાયતમાં પડી રહેલી બારીઓ અને પડેલ જુના કાટમાળનો જાહેરહરાજી થી નિકાલ કરવા માટે જાહેર હરાજીની નોટિસ ની પ્રસિદ્ધિ નોટિસ બોર્ડ, દૂધડેરી અને ગામ ચોક આગળ કરી.
આજરોજ મે.મામલતદાર સા.શ્રી, દાંતાના પત્ર નં. ડિઝાસ્ટર/વશી/૩૦૦ થી ૩૦૫/૨૦૨૪, તા.૨૭/૮/૨૪ અન્વયે મે. જીલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર સાહેબ, બનાસકાંઠાના જાહેરનામાની ગંગવા ગ્રામ પંચાયતના જાહેર નોટિસ બોર્ડ પર તેમજ ગામ ડેરીએ પ્રસિદ્ધ કરવામાં આવી.
આજરોજ ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરો તથા સન સ્ટ્રોક (લુ) થી બચવા અંગેની સૂચનાઓની નોટિસ બોર્ડ પર તેમજ ડેરી આગળ જાહેર પ્રસિદ્ધિ કરવામાં આવી.
આજરોજ મે. જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સાહેબ, બનાસકાંઠા દ્વારા ચૂંટણી નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવતા,જે ચૂંટણીની નોટીસ આજ તા.૧૨-૦૪-૨૦૨૪ ના રોજ ૧૧:૦૦ કલાકે મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, દાંતાની કચેરીએથી મેળવી ગંગવા ગ્રામ પંચાયતના જાહેર નોટિસ બોર્ડ પર તેમજ ગામ ડેરીએ પ્રસિદ્ધ કરવામાં આવી.