મુખ્ય પાઇપલાઈન સફાઇ / નવિનીકરણ

 


તારીખ: ૨૯/૧૧/૨૦૨૪
ગંગવા ગામે સબ સ્ટેશનવાળા પાણીના મુખ્ય ટાંકામાંથી આવતી મેઇન પાઇપલાઇનમાં ક્ષાર જામ થઇ ભરાઇ જતાં સમગ્ર ગામમાં પાણી આવતું બંંધ (સાવ ધીમું) થઇ ગયેલ હતું. આ મુખ્ય પાઇપલાઇન જે.સી.બી. અને મજૂરોની મદદથી ખોદી / શોધી કાઢી તેની જગ્યાએ તાત્કાલિક નવિન મજબૂત પાઇપલાઇન નાંખવામાં આવી. સદરહુ કામમાં બે દિવસ સુધી સતત ખડે પગે ઉભા રહી કામ કરનાર વોટરવર્કસ કામદાર હીરાજી માંનાજી ઠાકરડાનો ગામઆગેવાનોએ ખૂબ આભાર માન્યો.